'કોંગ્રેસ હટાવો, ગરીબી આપોઆપ હટી જશે', રૂદ્રપુરમાં બોલ્યા પીએમ મોદી

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની બીજી રેલી ઉત્તરાખંડના રુદ્રપુરમાં કરી.  આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યાં.  

'કોંગ્રેસ હટાવો, ગરીબી આપોઆપ હટી જશે', રૂદ્રપુરમાં બોલ્યા પીએમ મોદી

રુદ્રપુર: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાની બીજી રેલી ઉત્તરાખંડના રુદ્રપુરમાં કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યાં. પીએમ મોદીએ રેલીની શરૂઆતમાં શહીદ ઉધમ સિંહને નમન કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે ગુરુ નાનકજીના પગલાં જે ધરતી પર પડ્યાં તે ધરતીને હું નમન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષેત્રના વિકાસ માટે જે પ્રકારે પંજાબ અને દેશના અન્ય ભાગોમાંથી આવેલા લોકોએ ક્ષેના વિકાસ માટે કામ કર્યું છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 

પીએમ મોદીએ કહ્યું કે આ રેલીમાં આવેલા જૂના સાથીઓએ અહીં સરકારના કામકાજને જોયું છે. તમારા પહેલાની કોંગ્રેસ સરકારોનું કામકાજ પણ જોયું છે. ભાજપ અને કોંગ્રેસના સંસ્કારોથી તમે સારી રીતે પરિચિત છો. પહેલાની સ્થિતિને યાદ  કરો જ્યારે રસ્તા ખરાબ હતાં. ટ્રાફિક જામ રહેતો હતો. પહેલા અહીંના લોકોને રસ્તાઓના અભાવમાં માઈલો સુધી પગપાળા જવું પડતું હતું. આ જ કારણે આ ક્ષેત્રમાં  પલાયન થયું. કૌભાંડોના કારણે ઉત્તરાખંડની ઓળખ કેવી થઈ ગઈ તે યાદ  કરો. ક્યારેક રાહતના નામ પર કૌભાંડ,  ક્યારેક એક્સાઈઝના નામે કૌભાંડ, ક્યારેક ખનન કૌભાંડ, કોંગ્રેસના કલ્ચરે ઉત્તરાખંડને તબાહ  કરી નાખ્યું હતું. 

કોંગ્રેસના રાજમાં ફક્ત પલાયન
પીએમ મોદીએ કહ્યું કે અહીંના કોંગ્રેસના નેતાઓ પહેલા દિલ્હીમાં હાજરી લગાવવા જતા હતાં. તેમણે ઉત્તરાખંડ માટે કશું કર્યું નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના સીએમ હરીશ રાવતે ફક્ત એક જ પરિવારના રોજગાર માટે કામ કર્યું. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ જે ઉત્તરાખંડનું સપનું જોયું હતું તેને સાચું કરવામાં અમે લાગ્યાં છીએ. કોંગ્રેસના રાજે આ ક્ષેત્રને ફક્ત પલાયન આપ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં ચાર ધાની સાથે હું ફક્ત એક ધામ વધુ જોડુ છું. તે ધામ છે સૈનિક ધામ. અહીં દરેક બીજુ ઘર સૈનિકનું છે. આ સૈનિક ધાન ઉત્તરાખંડને મારા કોટિ કોટિ નમન. 

— ANI (@ANI) March 28, 2019

જવાનોની વીરતા પર સવાલ એ કેટલું યોગ્ય?
પીએમ મોદીએ કહ્યું કે આજે હું કેટલાક ગંભીર  સવાલો પૂછવા માંગુ છું. સર્જિકલ સ્ટ્રાઈક બાદ આપણા વીર જવાનોની વીરતા પર સવાલ ઉઠાવવા શું યોગ્ય હતું? જ્યારે આતંકીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યાં તો આપણા વીર જવાનો પર આ પ્રકારે સવાલ કરવા યોગ્ય હતું? શું આપણા સેનાધ્યક્ષને ગાળ આપવી યોગ્ય હતું? આપણા વાયુસેનાના પ્રમુખને ખોટા કહેવા યોગ્ય હતું? પાકિસ્તાનના હીરો બનવાની ચાહતમાં દેશનું અપમાન કરનારા લોકોને શું દેશની જનતા માફ કરશે?

પીએમ મોદીએ કહ્યું કે અમારા વિરોધીઓ પણ સાંભળી લે અને દુશ્મો પણ સાંભળી લે. અમે ડરવાના નથી. ડટનારા છીએ. ડરવાનું કામ તો કોંગ્રેસના નામદારોનું છે. આ એ લોકો છે જેમનું લોહી પણ ઉકળ્યું નથી. આ એ લોકો છે જેમણે સેનાને કોઈ સગવડ આપી નથી. સેના બુલેટ પ્રુફ જેકેટ માંગતી હતી, વન રેંક પેન્શન માંગતી હતી, પરંતુ કશું આપ્યું નહીં. તેમણે તો સેનાધ્યક્ષ ઉપર જ કેસ કરી દીધો. હથિયારોની ડીલમાં 10 વર્ષ સુધી ફસાયેલા રહ્યાં. પરંતુ કોંગ્રેસની સરકાર કોઈ સુનાવણી કરતી નહતી. કારણ કે તેમનું ધ્યાન તો રક્ષા ડીલની દલાલીમાં મલાઈ ખાવામાં લાગેલું રહેતું હતું. 

હવે દેશના ગરીબો કહે છે કે કોંગ્રેસને હટાવો, ગરીબી આપોઆપ હટી જશે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની સરકારે ઓઆરઓપીના નામ પર ફક્ત 500  કરોડ  રૂપિયાનું બજેટ રાખ્યું હતું. પરંતુ અમારી સરકારે 35000 કરોડ  રૂપિયા પૂર્વ સૈનિકો સુધી પહોંચાડ્યાં. તેમણે કહ્યું કે  કોંગ્રેસ ક્યારેય લોકોની ભાવના સમજતી નથી. જો કોંગ્રેસે ઈચ્છ્યુ હોત તો આપણું તીર્થ કરતારપુર સાહિબ આજે ભારતમાં હોત. પરંતુ કોંગ્રેસને તો સિખોની ક્યાં પરવા છે. કોંગ્રેસે જે કામ સૈનિકો સાથે કર્યું તે જ કામ ખેડૂતો અને ગરીબો સાથે કર્યું. ગરીબી હટાવોનો નારો ત્રણ દાયકા અગાઉ આપ્યો હતો તે આજે ફરીથી લઈને આવી છે. કોંગ્રેસ જે કરે છે તે અધૂરું હોય ચે. 72 વર્ષ સુધી દેશ સાથે ગદ્દારી કરનારી કોંગ્રેસ ક્યારેય ગરીબી મીટાવવા ઈચ્છતી નથી. ગરીબીના કારણે જ કોંગ્રેસ છે. હવે દેશના ગરીબો કહે છે કે કોંગ્રેસ હટાવો, ગરીબી આપોઆપ હટી જશે. 

આજે ઉત્તરાખંડના ખેડૂતોને કેન્દ્રની યોજનાઓ હેઠળ મદદ મળવાનું નક્કી થયું છે. ખેડૂતોના પૈસા ખાતામાં પહોંચવા લાગ્યા છે. આ જરીતે આયુષ્યમાન ભારત હેઠળ ઉત્તરાખંડના લગભગ 19 લાખ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર ઉપલબ્ધ થઈ છે. 11000થી વધુ લોકોને સારવાર મળી ચૂકી છે. રુદ્રપુરમાં મેડિકલ કોલેજનો વિસ્તાર કરવાથી પણ બધાને ફાયદો થયો છે. પીએમ મોદી આવાસ યોજના હેઠળ ઉત્તરાખંડમાં 40 હજાર ઘર બની ચૂક્યા છે. 10 તો આ જ જિલ્લામાં બન્યાં છે. જેમને ઘર નથી મળ્યાં તેમને પણ ઘર આપવાની જવાબદારી મારી છે. તેમણે કહ્યું કે હું છડે ચોક કહું છું કે 2022 સુધીમાં કોઈ પણ પરિવાર પાક્કા ઘર વગરનું નહીં રહે તે મારો દાવો છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news